સ્કાઉટ ગાઈડમાં રાજયકક્ષાનો વીરાણી સ્કુલના બાળકોને એવોર્ડ

605

ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સઘ, રાજય મુખ્યાલય દ્વારા ગુજરાતના તમામ જિલ્લામાં રાજયપાલ એવોર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલ બી.એન.વિરાણી સ્કુલના ત્રણ સ્કાઉટ-ગાઈડ આ ટેસ્ટીંગ કેમ્પમાં જોડાયા હતાં.  જે તમામ ઉત્તીર્ણ થયા હતાં. રાજયકક્ષાનો આ સર્વ્ચ્ચ એવોર્ડ મેળવી સ્કાઉટ-ગાઈડએ શાળાનું ગૌરવ વધારેલ છે. આ તમામ સ્કાઉટ-ગાઈડને પ્રવિણભાઈ મકવાણા, ઉર્વશીબેન ગજેરાએ જહેમત ઉઠાવેલ રાજયપાલ એવોર્ડ માટે પસંદગી પામવા બદલ શિક્ષકો, આચાર્ય શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસાહસીક યોદ્ધા વીર મોખડાજી ગોહિલ