ભૂતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા

1323

આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ  ઘનજીભાઇ મેંદપરા રહે.ભુતીયા વાળાની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૫ , રાવતભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ. ૩૧,જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા ઉ.વ.૨૯ , દશરથસિંહ હઠીસિંહ ગોહીલ ઉ.વ.૫૨ કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ ઉ.વ.૪૮, રમેશભાઇ જીણાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ , રાહુલભાઇ ઘેલાભાઇ સોલંકી ઉ.વ.૨૭  વાળાઓને રોકડ રૂપિયા રૂ઼૬૯,૦૮૦/- તથા મોબાઇલ ફોન-૯ તથા મો.સા.-૩ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ-૧૮૫ મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેમજ આરોપી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા રહેવાસી-ભુતીયા ગામ, તા.શિહોર વાળો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ.ના બાબાભાઇ આહીર, યોગેન્દ્રસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ, નિતીનભાઇ ખટાણા, જયપાલસિંહ ગોહીલ તથા મીનાઝભાઇ ગોરી જોડાયા હતા.

Previous articleદેવીભાગવત કથામાં ૬૪ જોગીણીનાં દર્શન
Next articleસેક્સી મોની રોય આવનાર દબંગ-૩ ફિલ્મને લઇ ખુશ