મોરારીબાપુના લઘુબંધુ ટીકાબાપુનો દેહવિલય

1485

પ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારીબાપુના લઘુબંધુ એવા જાનકીદાસબાપુ ઉર્ફે ટીકાબાપુ હરિયાણી (ઉ.વ.૫૪)નું આજે બિમારી સબબ અવસાન થતા સમગ્ર સાધુ સમાજ અને તલગાજરડા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મહુવાના તલગાજરડા ખાતે આજે કથાકાર મોરારીબાપુનાં લઘુબંધુ જાનકીદાસબાપુ ઉર્ફે ટીકાબાપુ હરીયાણીનું આજે બિમારીનાં કારણે ૫૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. આ સમાચાર મળતાની સાથે સાધુ સમાજમાં શોક છવાયો હતો. આવતીકાલે મોરારીબાપુની ઉત્તરપ્રદેશના રાજાપુરના રત્નાવલી ખાતે ચાલતી કથાની પૂર્ણાહૂતિ થયા બાદ તેઓ સીધા મહુવા પહોંચશે અને સાંજે ૬ કલાકે તેની ઉપસ્થિતિમાં તલગાજરડા ખાતે ટીકાબાપુને સમાધી આપવામાં આવશે.

Previous articleવલ્લભીપુરથી બહુચરાજી પદયાત્રા રવાના
Next articleહથિયાર સાથે નવ ઇસમોને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ