ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

728

ભાવનગરમાં યુઝર્સ ચાર્જ ઘણો ઓછો છે : એક પદાધિકારી

ભાવનગર મહાનગરપાલિકાના એક મુખ્ય પદાધિકારીએ નામ ન આપવાની વાત સાથે એવો નિર્દેષ કર્યો હતો કે, રાજ્યના અન્ય કોર્પોરેશનો કરતા ભાવનગર મહાનગરપાલિકાનો યુઝર્સ ચાર્જ ઘણો ઓછો છે. તેમ કહીને સુરત અને અન્ય શહેરોની સરખામણીની વાતો કહી હતી. પણ આખી વાત કેવાથી આઘા રહ્યા હતા. હાલમાં શહેરમાં કોર્પોરેશને વધારેલા યુઝર્સ ચાર્જ વધુ હોવાનો વેપારી વિગેરેમાં ભારે ઉહાપો છે. તેનો ભાજપના મ્યુ.હોદ્દેદારો ટૂંકો ઉલ્લેખ કરી વાત કહી હતી.

માઢીયારોડ લત્તામાં પીવાના પાણીનો : દેકારો મેયર પાસે રજુઆત

ભાવનગર શહેરના મજૂર વિસ્તાર કે જ્યાં મોટા પ્રમાણમાં પછાત વર્ગના લોકો રહે છે. તેવા કુંભારવાડાના માઢીયા વિસ્તારમાં પીવાના પાણીનો ભારે દેકારો હોવાની ગંભીર ફરિયાદો મહિલાઓના એક પ્રતિનિધિ મંડળે મેયર મનભા મોરીને કરતા તેમણે તંત્રને તાકીદે પીવાના પાણીને પ્રાથમિકતા આપી લત્તામાં પાણીના ટેન્કરો મોકલવા ફિલ્ટર વિભાગને સૂચનાઓ આપી હતી. લોકોને પાણીની હરકત ટેન્કરો લખાવવા છતા ફિલ્ટરેથી ટેન્કરો મોકલવામાં વિલંબ થયાની મેયરે ફિલ્ટર વિભાગને લોક ફરિયાદ કરી હતી. તેમણે શહેરમાં કેટલાક ટેન્કરો મોકલાય રહ્યાની ચકાસણી કરતા તંત્રમાંથી કોઇકે આઠેક ટેન્કરો મોકલાય રહ્યાની બાબત કિધી હતી તો અન્ય અધિ.એ ચાર ટેન્કરો જાય છે. તેવી વાત કરતા તંત્રની ડબલ વાતે ખૂદ મયરે અધિકારી સુધી વાતની ગંભીરતા જણાવી દીધી હતી.

સ્ટે.કમીટીની થયેલી બેઠક

સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં કર્મચારીને લગતા તુવારો પાસ કર્યાની વાત જણાવાય હતી.

તા.૨૫ના જનરલ બોર્ડની મળશે ખાસ બેઠક

ભાવનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક તા.૨૫-૦૪-૧૯ ના રોજ મળશે. આ બેઠકમાં કોર્પોરેશન કાર્યવાહન નિયમન કરતી જોગવાઇઓ અને સંચાલન કરવાના નિયમોની પુસ્તીકાનાં નિયમ-૧(એક) મુજબ દરેક માસમાં એક સભા મળવી જોઇએ તે નિયમ મુજબ સભા મળશે.

બાવન સેવકોમાંથી સેવાસદને મોડે સુધી એક મેયર જ હાજર

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની જોરશોરથી શરૂઆત થઇ છે. તેવા સંજોગોમાં મહાનગર સેવાસદને ચૂંટાયેલા સેવકો ફરકતા જ નથી અને કહેવાય છે કે વોર્ડમાં રાઉન્ડ લઇએ છીએ આજે બાવન લોકસેવકોમાંથી ફક્ત મેયર મનભા મોરી  એક જ સેવાસદનમાં બેસીને લોકપ્રશ્નો સાંભળતા જોવા મળેલ અન્ય સેવકો લોકસભાના ઉમેદવારને જીતાડવામાં વ્યસ્ત હોવાની વિગતો જાણવા મળે છે.

Previous articleગ્રીનસીટી દ્વારા નવીન પ્રકારના વૃક્ષોનું વૃક્ષારોપણ રીંગરોડ જાંબલી અને ગુલાબી ફુલોથી ખીલી ઉઠશે
Next articleગેસ રીપેરીંગ દરમ્યાન મકાનમાં આગ લાગતા બે વ્યક્તિ દાઝ્‌યા