મૌની રોયે ઇન્સ્ટાગ્રામમાં હોટ ફોટાઓને પોસ્ટ કર્યા

820

ટીવી પર કેટલીક લોકપ્રિય સિરિયલમાં કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મૌની રોય હવે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે રણબીર કપુરની સાથે ફિલ્મ છે. આ ઉપરાંત રાજકુમાર રાવની સાથે પણ તે ફિલ્મમાં કામ કરી રહી છે.બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે તેની ફિલ્મ દબંગમાં તેને તક મળી  ગઇ છે. તે ફિલ્મમાં આઇટમ સોંગ કરનાર છે. સલમાન સાથે મિત્રતાના કારણે તેને આ ફિલ્મ મળી છે.  ફિલ્મ અને ટીવી સિરિયલ ઉપરાંત મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેશનના અંદાજના કારણે પણ ભારે લોકપ્રિય છે. મૌની રોયે ફરી એકવાર પોતાના નવા ફોટા પોસ્ટ કર્યા છે. જેને લઇને તે ભારે ચર્ચામાં આવી ગઇ છે. થોડાક સમય પહેલા તે ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી. ગોલ્ડ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં સફળત સાબિત થઇ હતી. જેથી તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ આવી ગઇ હતી. મૌની રોયે હવે પોતાના હોટ ફોટો સોશિયલ મિડિયા પર રજૂ કર્યા છે. જેની ભારે ચર્ચા છે. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોની ચર્ચા છે. જેમાં તે પિંક રફલ્ડ સ્કર્ટની સાથે બ્લેક શીર ક્રોપ ટોપમાં નજરે પડી રહી છે. આ ડ્રેસની સાથે તે જ્વેલરીના નામ પર કોઇ વસ્ત્ર પહેરી રહી નથી. તે કેપ્શનમાં કેટલીક બાબતો પણ રજૂ કરે છે. ઠંડીના દિવસોમાં જયુપરમાં તે પહોંચી હતી. તે હોટેલમાં હાલમાં રોકાઇ હતી. મૌની રોય હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. ફિલ્મની વાત કરવામાં આવે તો ગોલ્ડ ફિલ્મ બાદ તે અન્ય ફિલ્મમાં કામ કરી રહી છે.

તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ આવી ગયા છે. મૌની રોયની સાથે કેટલીક નવી ટીવી કલાકારો પણ બોલિવુડમાં પ્રવેશી ગઇ છે.