રેલ વિભાગ દ્વારા યાત્રિકોની આરામદાયક સુવિધા માટે ઉત્કૃષ્ટ પરિયોજના અંતર્ગત ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશન ખાતે અપગ્રેડ કરવામાં આવેલા બીજા ટ્રેક ઉપરથી આજે ભાવનગર બાંદ્રા અને જામનગર એક્સપ્રેસ ટ્રેનને ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ટ્રેકનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે એડીઆરએમ રાકેશ રાજપુરોહિત વરીષ્ઠ ડીવીઝન યાત્રીક એન્જીનીયર અશોક બિંબર સહિત રેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















