હનુમાન જયંતી નિમિત્તે રાણપુરમાં ગાયત્રી પરિવાર તથા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ તથા નરેન્દ્રભાઈ દવે પરિવાર તરફથી ચકલી ઘર અને પાણીના કુંડા નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.રાણપુરની એ.ડી.શેઠ હોસ્પિટલ પાસે(ફુલછાબ દવાખાને) ગાયત્રી પરિવાર ના નરેન્દ્રભાઈ દવે,રવિભાઈ અમદાવાદીયા,જગદીશભાઈ વકીલ દ્વારા હાજર રહીને ચકલી ઘર અને પાણીના કુંડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.
















