ભારતના જેરેમી લાલરિન્નુંગાએ ત્રણ પ્રયાસમાં ૧૩૪ કિલો વજન ઉઠાવી રેકોર્ડ સ્થાપ્યો

1163

ભારતના જેરેમી લાલરિન્નુંગાએ રવિવારે એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયશશિપમાં જોરદાર પ્રદર્શન કરતાં રેકોર્ડ તોડ વજન ઉઠાવ્યું છે. તેણે પુરુષોના ૬૭ કિલો ભા વર્ગની ગ્રુપ બીમાં ત્રણ પ્રયાસોમાં ૧૩૦ અને ૧૩૪ કિલો ક્લીન વજન ઉઠાવ્યું. આ કારનામાના કારણે તેણે યૂથ અને વર્લ્ડ અને એશિયન રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો. આ પ્રદર્શનના કારણે તેણે બીજું સ્થાન મેળવ્યું છે.આ પહેલા પણ આ કેટેગરીમાં રેકોર્ડ જેરેમીના નામે જ હતો. આ વર્ષની શરૂઆતમાં તેણે ૧૩૧ કિલો વજન ઉઠાવ્યું હતું. ૧૬ વર્ષના આ યુવા વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં બે સફઇ પ્રયાસોમાં ૧૫૭ અને ૧૬૩ કિલો વજન ઉઠાવ્યું. આ વજન તેના શરીરનું બેગણું છે. આ પ્રદર્શન દ્વારા જેરેમીએ કઝાકીસ્તાનના સેખાન તાઈસુયેવના રેકોર્ડને તોડ્યો જેણે ૧૬૧ કિલો વજન ઉઠાવ્યું હતું. ભારતના જેરેમીએ કુલ ૨૯૭ કિલો વજન (૧૩૪+૧૬૩ કિલો) ઉઠાવ્યું. તેની આગળ પાકિસ્તાનના તલ્હા તાલિબ રહ્યો જેણે કુલ ૩૦૪ (૧૪૦+૧૬૪ કિલો) વજન ઉઠાવ્યું હતું.૧૬ વર્ષની જેરેમીનું આ વ્યક્તિત્વ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે અને ફેબ્રુઆરીમાં ઈય્છ્‌ ષ્ઠેમાં ઉઠાવેલા ૨૮૮ કિલો વજનથી ૯ કિલો વધુ છે. તે સમયે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.વર્તમાન પ્રતિયોગીતાના પરિણામોની જાહેરાત ગ્રુપ એકની પ્રતિસ્પર્ધા પૂરી થયા બાદ કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ ગોલ્ડ લેવલની ઓલિમ્પિક ક્વાલિફાઇંગ ઇવેન્ટ છે. તેનાથી મળનારા પોઇન્ટની ગણતરી ટોક્યોમાં ૨૦૨૦ માટે જાહેર થનારી ફાઇનલ રેન્કિંગના સમયે કરવામાં આવશે.

Previous articleઇહાના ઢીલોન પંજાબી ફિલ્મ બ્લેકિયામાં ટૂંક સમયમાં નજરે ચડશે!
Next articleહૈદરાબાદને પડશે મોટી ખોટઃ બેયરસ્ટો આઇપીએલ છોડી સ્વદેશ પરત ફરશે