ધોનીને IPLની એક-બે મેચોમાંથી આરામ આપવાની જરૂરઃ શ્રીકાંત

492

પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંતે કહ્યું કે, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આગામી વિશ્વ કપને કારણે આઈપીએલના કેટલાક મેચોમાં આરામ આપવો જોઈએ.

ધોનીને પીઠમાં સમસ્યા છે અને તે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેચ દરમિયાન પણ મેદાન પર પરેશાન જોવા મળ્યો હતો.

ધોનીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ સીએસકેએ ગત મેચમાં આરામ આપ્યો હતો. શ્રીકાંતે એક અખબારમાં લખ્યું કે, વિશ્વ કપ પર ફોકસ છે અને તેવામાં મને લાગે છે કે ધોનીને ૧ કે ૨ મેચ માટે આરામ આપવો જોઈએ જેથી તેની પીઠની સમસ્યાથી સંપૂર્ણ રીતે ફીટ થઈ શકે. ઈંગ્લેન્ડની યજમાનીમાં વિશ્વ કપની શરૂઆત ૩૦ મેથી થશે.

૩૭ વર્ષીય ધોનીએ અત્યાર સુધી આઈપીએલમાં ૮ મેચની ૬ ઈનિંગમાં કુલ ૨૩૦ રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે.

શ્રીકાંતે આ સાથે કહ્યું કે, કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્પિનર કુલદીપ યાદવનું પ્રદર્શન આઈપીએલની હાલની સિઝનમાં ખાસ રહ્યું નથી અને તેવામાં ટીમ પર તેની અસર પણ પડી છે. તેણે કહ્યું કે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં કેકેઆર ટીમને આંદ્રે રસેલ સિવાય નીતીશ રાણાના યોગદાનની જરૂર હશે.