કપોળ યુવક મંડળનાં પ્રમુખ તરીકે નિયુક્ત થતા શેઠ બ્રધર્સના ગૌરવ શેઠ

532

હાલમાં ભાવનગર ઘોઘારી કપોળ યુવકની મળેલ મીટીંગમાં સભ્યોએ શેઠ બ્રધર્સના ગૌરવભાઇ શેઠને એક મતે પ્રમુખ તરીેકે નિયુક્ત કર્યા હતા.

ગૌરવભાઇ પોતાનો બિઝનેસ સંભાળવાની સાથો સાથ શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કપોળ યુવક મંડળના પ્રમુખ તરીકે નીમાતા ગૌરવભાઇ શેઠ એ ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુવાઓના વિકાસ માટે આગામી સમયમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવશે તથાયુવાઓને સમાજ પ્રત્યેની જવાબદારીથી પણ અવગત કરવામાં આવશે. ભૂતપૂર્વ પ્રમુખ આશ્ચર્ય સંઘવીએ ગૌરવભાઇને અભિનંદન પાઠવ્યા હતા. ગૌરવભાઇએ તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા દરેક સભ્યોનો હ્ય્દયપૂર્વક આભાર માન્યો હતો. સભ્યોએ ગૌરવભાઇને ફુલગુચ્છ અર્પણ કરીને તેમને આવકાર્યા હતા.

Previous articleમતના મૂલ્યથી પ્રભાવિત વિદ્યાર્થી અમેરિકાથી મતદાન કરવા માટે ભાવનગર આવે છે
Next articleવલ્લભીપુર ધો.૮ ના બાળકોનો વિદાય સમારોહ