રાણપુરમાં ભારે ઉત્સાહ સાથે શાંતિપુર્ણ માહોલ વચ્ચે ૬૫ ટકા મતદાન નોંધાયું

618

બોટાદ જિલ્લાના રાણપુર અને રાણપુર તાલુકામાં ભારે ઉત્સાહ સાથે શાંતિપુર્ણ માહોલ વચ્ચે યોજાયુ હતુ.રાણપુરની જન્મભુમિ હાઈસ્કુલ, કન્યાશાળા, તાલુકા શાળા અને ગ્રામ પંચાયતમાં મતદાન યોજાયુ હતુ. તમામ બુથ ઉપર વહેલી સવારથી જ મતદારો પોતાનો મત આપવા ઉમટી પડ્યા હતા. રાણપુર ના તમામ બુથ ઉપર લાઈનો જોવામળી હતી.રાણપુર અને રાણપુર.તાલુકામાં લોકોએ ભારે ઉત્સાહ સાથે સ્વયંભુ મતદાન કર્યુ હતુ. જ્યારે કોઈ અનિચ્છીનીય બનાવ ના બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાણપુરમાં ૬૫ ટકા મતદાન થયુ હતું.

બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા રાણપુર ના તમામ બુથ ઉપર પોલીસ ની કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.જ્યારે સખત ગરમી અને તડકો હોવા છતા રાણપુર ના એકપણ બુથ ઉપર મતદારો માટે પીવાના પાણી ની વ્યવસ્થા નહી કરવામાં આવતા મતદારો ને  સતરસ્યા મોઢે ઘરે પાછા ફરવુ પડ્યુ હતું.

Previous articleમતદાનનાં દિવસે ધંધુકામાં દિવ્યાંગો માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ
Next articleરાજુલા-જાફરાબાદમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું