ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી : મંત્રી વિભાવરીબેને મતદાન કર્યું

810

ભાવનગર લોકસભા ચૂંટણીમાં આજે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજ્યનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ પોતાના મતદાન મથક પર અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ આજે સહપરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જ્યારે ભાવનગર ગ્રામ્યનાં ધારાસભ્ય પરશોત્તમભાઇ સોલંકી પોતાની નાદુરસ્ત તબીયતનાં કારણે મતદાન કરવા આવી શક્યા ન હતા.

Previous articleરવાન્ડાની ‘માનસ હનુમાના’કથામાં ચતુર્થ દિવસે રામ જન્મોત્સવ કરાયો
Next articleરાજવી પરિવારે મતદાન કર્યું