સિહોર GIDCમાં આવેલ ઓઈલ મીલમાં આગ, બે કલાકે આગ પર કાબૂ મેળવાયો

132

મીલમાં રહેલા વિવિધ ઉપકરણો સળગી જતાં નુકસાન
ભાવનગરના સિહોર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ઓઈલ મીલમાં કોઈ અકળ કારણોસર આગ ફાટી નીકળી હતી જેને સિહોર ફાયરબ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર માં આવેલ જીઆઇડીસી નં-૪ માં એ.કે ઓઈલ મીલ આવેલી છે આ ઓઈલ મીલના બોઈલર વિભાગમાં આજે વહેલી સવારે કોઈ આકસ્મિક કારણોસર આગ લાગતાં થોડી વાર માટે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો, જેમાં આ અંગે સિહોર ફાયરફાઈટરને જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ મીલમાં રહેલા વિવિધ ઉપકરણો સળગી જતાં નુકસાન થયું હતું આ અંગે સિહોર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Previous articleરાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પત્ની અને ભાભીની છરીના ઘા મારી હત્યા કરી
Next articleતળાજા તાલુકાના ગોપનાથ દરિયા કિનારે ડોલ્ફિન માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો