બાઢડાનાં રામવાડી ખાતે રામકથાનું ભવ્ય આયોજન

873

સાવરકુંડલા તાલુકાના બાઢડા રામવાડી હરીરામબાપુ ગોદડીયા આશ્રમધામે મહંત બંસીદાસબાપુ ગુરૂ ભીખારામબાપુ દ્વારા ગામ તેમજ સેવક સમાજ આયોજીત રામકથાનું તા.૨૨-૦૪-૧૯ થી ૩૦-૦૪-૧૯ સુધી જેમાં ભોજન અને ભજન સંતવાણી હજારો ધર્મપ્રેમીઓનો બાબરીયાવાડ સહિત મહાસાગર ઉભરાયો હતો. સાવરકુંડલા નજીક બાઢડા હરીરામબાપુ ગોદડીયા રામવાડી ખાતે મહંત બંસીદાસબાપુ ગુરૂ ભીખારામબાપુ ગોદડીયા દ્વારા રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. રામકથાના પ્રખરવક્તા મહામંડલેશ્વર પૂજ્ય વસંતબાપુ હરીયાણી અખેગઢ મહંત દ્વારા તા.૨૨-૦૪ થી ૩૦-૦૪ નવ દિવસ સુધી કથા રસપાન કરાવશે તેમજ કથા દરમ્યાન દરરોજ રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાશે. તેમજ આ કથામાં બાબરીવાડ નાગેશ્રી દરબાર માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, ભોળાભાઇ વરૂ, મહેશભાઇ વરૂ, સુખાભાઇ વરૂ તેમજ બાજુના ગામો રામગઢ ગોરડકા, લુવારા, બાઢડા, સાવરકુંડલાથી રાજુલા તેમજ સુરત અમદાવાદ, મુંબઇ પરદેશ સુધીના હજારો સેવક સમુદાય તેમજ ધર્મપ્રેમી જનતાનો મહાસાગર ઉભરાતો રહે છે. તેમજ દરેક ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક રામકથાનો લાભ લેવા મહંત બંસીદાસ બાપુ દ્વારા આહ્વાન કરાયું છે.

Previous articleરાણપુરમાં સુખડીયા પરિવાર દ્વારા રાજભવાની માતાજીનો પાટોત્સવ
Next articleઅમરેલીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ અજાણ્યા યુવાનના વાલી-વારસોએ પો.સ્ટે.નો સંપર્ક કરવો