દેશી તમંચા સાથે એક ઇસમને સણોસરા ખાતેથી ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

775

જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ રાત્રીના સણોસરા બસ સ્ટેશન પાસેથી તાલુકો શિહોર ખાતેથી આરોપી દિલીપભાઇ નારૂભાઇ જાદવ ઉ.વ.૪૪ રહેવાસી સણોસરા મેઇન બજાર તા. શિહોર જી. ભાવનગર વાળાને એક દેશી બનાવટના ડબલ ટ્રીગરવાળા તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ એમ. ઉલવાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે.


આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા બાવકુદાન ગઢવી તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ જોડાયા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

Previous articleછેલ્લા એક વર્ષથી બળજબરીથી કઢાવવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ
Next articleવાળુકડ માધ્યમિક શાળાની બસમાંથી વિદ્યાર્થીની નીચે પડી જતા મોત