ચશ્મે બદૂરની સિક્વલમાં કાર્તિક આર્યન-જેક્વેલિન ફર્નાન્ડિઝ નજરે પડે તેવી સંભાવના

701

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન હાલ ઈમ્તિયાઝ અલીની ફિલ્મના શૂટિંગમા બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન ઓપોઝિટ રોલમાં છે. આ સિવાય તે ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે સાથે ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં કામ કરી રહ્યો છે. ત્યારે હવે મળેલા એક સમાચાર પ્રમાણે તેને જેક્લિન ફર્નાન્ડિસની ઓપોઝિટમાં કાસ્ટ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે બંને ફિલ્મ ચશ્મે બદ્દૂરની સિક્વલમાં જોવા મળી શકે છે. પ્રોડ્યૂસર ફિલ્મની સ્ક્રીપ્ટને લઈને બંને સ્ટાર્સ પાસે ગયા હતા. તો જેક્લિનને ફિલ્મની સ્ટોરી ખાસ પસંદ આવી છે. માનવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસે ફિલ્મને લઈને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. તો બીજી તરફ પ્રોડ્યૂસર પણ ઈચ્છે છે કે ફિલ્મમાં જેક્લિન અને કાર્તિકને જ કાસ્ટ કરવામાં આવે. કાર્તિકની ફિલ્મો હાલ ૧૦૦ કરોડનો બિઝનસ કરી રહી છે, તેથી પ્રોડ્યૂસર તેને લેવા માગતા હોય તેવું પણ બની શકે.

ચશ્મે બદ્દૂર એક કોમેડી ફિલ્મ છે અને કાર્તિક આર્યન કોમેડી માટે બેસ્ટ ગણવામાં આવે છે. હાલ એક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ માટે ઉદયપુરમાં છે. એક્ટર ડાયરેક્ટર સાથે મળીને જ જણાવશે કે તે આ ફિલ્મનો ભાગ રહેશે કે નહીં. જો કાર્તિક આર્યન આ ફિલ્મ સાઈન કરશે તો તેઓ બીજીવાર સાથે કામ કરતા જોવા મળશે. આ પહેલા તેઓ એક જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા.

Previous articleભારતમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’ની રેકોર્ડ બ્રેક કમાણી, ૨ દિવસમાં ૧૦૦ કરોડને પાર
Next articleકોહલી વડાપ્રધાન મોદીની ઇચ્છા પૂરી કરશેઃ ગુરુગ્રામમાં આજે મત આપવા જશે