રાજપરા ગામેથી જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી પાડતી રાણપુર પોલીસ

815

બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અને નાયબ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમ દ્વારા બોટાદ જીલ્લામાં પ્રોહી જુગાર જેવી અસામાજીક પ્રવૃતિને અંકુશમાં લેવા અંગેની મળેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.જે.સાગઠીયા તથા પોલીસ સ્ટાફ હેડ કોન્સ. દશરથભાઇ કમેજળીયા, હેડ કોન્સ. વિજયભાઇ ધરજીયા, પો.કોન્સ.અશોકભાઇ બાવળીયા, પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ સહીત નો રાણપુર પોલીસ સ્ટાફ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે દરમ્યાન પો.કોન્સ. અશોકભાઇને મળેલ બાતમી આધારે રાણપુર તાલુકાના રાજપરા ગામે રેડ કરતા જાહેરમાં તીનપત્તી નો જુગાર રમતા ભુપતભાઇ દશરથભાઇ વાટુકીયા,ભરતભાઇ વિઠ્ઠલભાઇ કુમરખાણીયા, રમેશભાઇ મોહનભાઇ કુમારખાણીયા, જાદવભાઇ ગાંડાભાઇ જમોડ રહે.તમામ રાજપરા ગામ તા.રાણપુર જી.બોટાદ આ તમામ શખ્સો તીનપત્તી નો જુગાર રમતા રોકડા ૧૦,૦૧૦ સાથે ઝડપી પાડ્યા હતા. જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.