રાજય પારિતોષિક સ્પર્ધામાં  ઘનશ્યામનગર પ્રા. શાળાની મિતલ મકવાણા બીજા નંબરે

684

કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગશાળા ભાવનગર આયોજિત  લાભુભાઈ સોનાણી લિખિત  ’જીવનનો ધબકાર મારી સ્મરણ યાત્રા ’ પુસ્તક ના પ્રેરક પ્રસંગો આધારિત રાજ્ય પારિતોષિક સ્પર્ધામાં (રાજ્ય કક્ષામાં) ઘનશ્યામનગર પ્રા. શાળાની વિદ્યાર્થિની કુ. મિતલ જીવણભાઈ મકવાણા બીજો નંબર પ્રાપ્ત કરી રૂ. ૧૫૦૦૦/- (પંદર હજાર પુરા)  રોકડ ઈનામ, મોમેન્ટ અને પ્રમાણપત્ર મેળવી શાળા નું ગૌરવ વધારેલ છે. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રેરણા શાળાના  શિક્ષક શ્રી વિનોદભાઈ મકવાણા તથા શૈલેષભાઈ ઈટાળિયા એ આપેલ. ભરતભાઈ ડાભી એ પ્રોત્સાહન પુરું પાડેલ. અંધઉદ્યોગશાળાના સી.ઈ.ઓ. લાભુભાઈ સોનાણી,પ્રમુખ શશિભાઈ વાધર, કવિ  કૃષ્ણ દવે તથા ઘનશ્યામનગર શાળા પરિવારે અભિનંદન પાઠવેલ.

Previous articleભાવનગરમાં ચાર શખ્સોએ યુવકની તલવાર-લાકડીના ઘા ઝીંકી હત્યા કરી
Next articleનૃત્ય વિશારદ રંગમંચ દ્વારા કથ્થક ડાન્સની કલા પ્રસ્તુર્તિથી લોકોને મંત્રમુગ્ધ કર્યા