દહીથરા પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ ઉજવાયો

523

લાઠી તાલુકા ના દહીંથરા પ્રાથમિક શાળા માં ત્રિવિધ કાર્યક્રમ ની શાનદાર ઉજવણી વાર્ષીકોત્સવ ધો ૮ વિદ્યાર્થી ઓ નો વિદાય અને ઇનોવેશન એવોર્ડ વિજેતા અધેરા સાહેબ નું બહુમાન  લાઠી તાલુકા ના દહીંથરા પ્રાથમિક શાળા માં દામનગર  પે સેન્ટર શાળા ના આચાર્ય રશિયા સાહેબ ની અધ્યક્ષતા માં શિક્ષણ ઉત્કર્ષ મંડળ ના પરમાર સાહેબ અને શાળા ઇનોવેશન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કેની શ્રી અઘેરા સહિત સ્થાનિક સરપંચ શ્રી અગ્રણી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ ઉજવણી કરાય હતી

દહીંથરા પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચતર અભ્યાસ તરફ પ્રયાણ કરતા છાત્રો ની ગદગદિત કરતી ગરિમા સાથે વિદાય આપતા શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે ભાવાત્મક દ્રશ્યો જોવા મળ્યા અને સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા હાજર વાલી ઓ ને અભિભૂત કરતા વિદ્યાર્થી ઓ દ્વારા દેશપેમ ની સુંદર કૃતિ ઓ રજૂ કરાયેલ અકડેઠઠ જન મેદની ની વિશાળ હાજરી માં રંગારંગ ત્રિવિધ ભવ્ય રીતે ઉજવાયો હતો

વિદ્યાર્થી  માં રહેલ  ટેલેન્ટ કાર્યક્રમ ની કૃતિ ઓ માં સ્પષ્ટ પણે દેખાય આવ્યુ  શિસ્ત સંસ્કાર અને શિક્ષણ સાથે સ્વંયમ શિસ્ત દેશ પ્રેમ સ્વચ્છતા ના ચાહક વિદ્યાર્થી ઓ ને વિદાય આપતા અનેકો ની આંખો ભીંજાઈ હતી

Previous articleજાતિવાદ છોડીને પહેલા હું હિન્દુસ્તાની છું તેવો સર્વેને ગર્વ હોવો જોઇએ : પૂ.ભાઇ
Next articleતળાજાના મધુવન ગામે ઘેલાદાદાના મંદિરે સન્માન સમારોહ મહાયજ્ઞ યોજાયો