મહાપાલીકા દ્વારા વાહનવેરો વસુલવાની ઝુંબેશ હાથ ધરાઇ

935

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરની ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ, સ્કુલ બસ સંચાલકો પાસેથી વાહન વેરો વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાની રીકવરી ટીમ દ્વારા શહેરના રબ્બર ફેકટરી સર્કલ પાસે આવેલ તન્ના ટ્રાવેલ્સ, રાજધાની ટ્રાવેલ્સ સહિતના ખાનગી ટ્રાવેલ્સ કંપનીના સંચાલકોની મુલાકાત લઇને વાહનવેરો ભરવા માટેની નોટીસ બજવણી કરી હતી. બંને ટ્રાવેલ્સના સંચાલકોને વાહન વેરો ભરપાઇ કરવા માટે સંમતી આપવામાં આવી હતી. વાહનવેરાની વસુલાત અંગેેની ઝુંબેશ આગામી દિવસોમાં શરૂ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

Previous articleછેલ્લા દિવસે ૧૧,૦૦૦ આસામીઓએ વેરો ભર્યો
Next articleમિત્રની હત્યા કરનાર મિત્રને આજીવન કેદ