વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે દેશની તમામ સેન્યને માન આપવા ધ્વજ દિવસ(ફ્લેગ ડે)ની ઉજવણી

446

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ – ૦૭/૧૨/૨૦૧૯ ને
શનિવારનાં રોજ ધોરણ – ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દેશની તમામ સેન્યને માન આપવા માટે ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને આકાશ, જમીન અને પાણીમાં રહેલી શક્તિઓ આપણી અને દેશની સરહદોનું રક્ષણ કઈ રીતે કરે છે તેના વિશે માહીતી આપવામાં આવી. આ ધ્વજ દિવસ એ તમામ દળો પ્રત્યે આદર અને પ્રેમ દર્શાવવાનો દિવસ છે. વળી આ દિવસે જાબાઝ શહિદોને યાદ કરવામાં આવ્યા.

આ જાબાઝ શહિદોએ તીરંગાની આન,બાન અને શાન માટે પોતાનો જીવ બલીદાન કર્યો તેથી આજે દેશનાં દરેક નાગરીકે દેશ અને રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરવુંએ જરૂરી છે. તે પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું. શસ્ત્ર દળોનાં શહિદ સૈનીકોનાં પરીવારોને મદદ કરવા માટે યથા શક્તિ પ્રમાણે નાણા પણ એકત્રીત કરી વિદ્યાર્થીઓને “ફ્લેગ ડે” ફંડમાં જમા કરાવવાની અને આ નાણાનો ઉપયોગ યુદ્ધમાં શહિદ થયેલાં સૈન્યનાં સૈનિકો અથવા ઘાયલ સૈનિકોની સારવારનાં ખર્ચ માટે વપરાય છે. તે વિશે શિક્ષકો દ્વારા માહીતી પુરી પાડવામાં આવી અને વિદ્યાર્થીઓ/શિક્ષકો દ્વારા ફંડ એકત્રીત કરવામા આવ્યું. આ દિવસે તમામ શિક્ષકોએ પોતાના વસ્ત્રો પર ફ્લેગ પીન લગાવી/વિદ્યાર્થીઓએ ઝંડો હવામાં ફરકાવી આ દિવસની ઉજવણી કરી હતી. આ ફ્લેગ ડે ને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleક.પરા ખાતે મહાકાળી માતાજીનો છઠ્ઠો પાટોત્સવની ધામધૂમ પર્વક ઉજવણી કરાઈ
Next articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ – ૧ થી ૮નાં વિદ્યાર્થીઓનો શિયાળુ રમોત્સવ યોજાયો.”