તક્ષશિલા કોલેજનું ગૌરવ

481

તા.૨૬ થી ૨૮ એપ્રિલ, ૨૦૧૯ દરમ્યાન પુના, મહારાષ્ટ્ર ખાતે ટેનીસ વોલીબોલ ફેડરેશન દ્વારા યોજાયેલ ૨૦મી સીનીયર ટેનીસ વોલીબોલ નેશનલ ચેમ્પીયનશીપના ગુજરાતની ટીમમાં તક્ષશીલા કોલેજના પ્રાધ્યાપક જાડેજા વિરભદ્રસિંહ કોચ તરીકે પસંદ થયા હતા. તેમજ તક્ષશીલા કોલેજમાં અભ્યાસ કરતા ડાભી આશિષ અને બારૈયા નિલેષ રમતવીર તરીકે પસંદગી પામી સંસ્થાના ગૌરવમાં વધારો કરેલ. વિદ્યાર્થીઓને રમત અંગે માર્ગદર્શન ધર્મવીરસિંહ જાડેજા એ આપેલ. તેઓ રમત ગમત ક્ષેત્રે ખુબ જ પ્રગિત કરે તેવી તક્ષશીલાના ટ્રસ્ટી અને આચાર્યએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleવિજ્ઞાનનગરીમાં બાળકો માટે કાર્યશાળા
Next articleગમે તેવું છે ને..? પણ નથી..!