પાલીતાણાથી રિવોલ્વર, જીવતા કાર્ટીશ સાથે ૧ શખ્સ ઝડપાયો

767

એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકતના આધારે પાલીતાણા ભૈરવનાથ ચોકમાંથી આરોપી મોહનસિંઘ બચ્ચનસિંઘ બાવરી ઉ.વ.૩૨ રહેવાસી સિંધી કેમ્પ, ઘેટીરોડ, પાલીતાણા જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની રિવોલ્વર તથા જીવતા કાર્ટીશ નંગ-૪ તથા ફાયર થયેલ કાર્ટીશ નંગ-૨ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleઅઝહર મસુદને આતંકી જાહેર કરાતા અમરેલી જિલ્લા ભાજપમાં ખુશી છવાઇ