આઈટીના શેરમાં કડાકા વચ્ચે સેંસેક્સ મંદીની સાથે બંધ રહ્યો

420

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલના દોર વચ્ચે અંતે મંદી રહી હતી. બીએસઈ સેન્સેક્સ કારોબારના અંતે ૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૯૬૩ની સપાટીએ રહ્યો હતો. ટીસીએસ, હિન્દુસ્તાન યુનીલીવર, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, ઈન્ફોસીસમાં ઘટાડો થતા ઈન્ડેક્સમાં કડાકો બોલી ગયો હતો. બીએસઈમાં ૩૦ શેર પૈકીના ૧૨ શેરમાં મંદી રહી હતી. જ્યારે બાકીના શેરમાં તેજી રહી હતી. બ્રોકર ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૨ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૧૨ નોંધાઈ હતી. માર્કેટ બ્રીડ્‌થ આજે નકારાત્મક માહોલમાં રહી હતી. ૧૦૩૧ શેરમાં ઘટાડો અને ૭૦૨ શેરમાં નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં તેજી રહી હતી. સાપ્તાહિક આધાર ઉપર સેન્સેક્સમાં ૦.૨૭ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટીમાં ૦.૩૬ ટકાનો ઘટાડો સાપ્તાહિક આધાર પર રહ્યો હતો. નિફ્ટી-આઈટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો ૧.૯ ટકાનો રહ્યો હતો. જ્યારે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં ૧.૧૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી રિયાલિટી ઈન્ડેક્સ અને નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સમાં ૧.૫૭ અને ૧.૦૯ ટકાનો સુધારો ક્રમશઃ રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં પહેલીથી ૨૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૨૧૦૩૨.૦૪ કરોડ રૂપિયા ઠાલવ્યા છે પરંતુ ડેબ્ટ માર્કેટમાંથી આ ગાળા દરમિયાન ૩૮૧૨.૯૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૨૧૯.૧૦ કરોડ રૂપિયા રહ્યો છે.  આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા. એશિયન શેરબજારમાં પણ અફડાતફડી જોવા મળી રહી છે. જેટ એરવેઝના શેરની હાલત કફોડી બની છે. સવારમાં તેના શેરની કિંમત બાવન સપ્તાહની નીચી સપાટી પહોચી ગઈ હતી. દેવામાં ડૂબેલા એરલાઈન માટે કોઇપણ બિડરો રસ દર્શાવી રહ્યા નથી તેવા અહેવાલ આવ્યા બાદ અફડાતફડી જોવા મળી રહ છે.

આ શેર ૧૨મી માર્ચ ૨૦૦૯ના દિવસે ઓલટાઈમ નીચી સપાટીએ પહોંચી ગયા હતા. શેરબજારમાં ગઈકાલે ભારે ઉથલપાથલ જોવા મળી હતી.ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૫૦ પોઇન્ટ ઘટીને ૩૮૯૮૧ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૯૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. નિફ્ટી કારોબારના અંતે ૨૩ પોઇન્ટ ઘટીને ૧૧૭૨૫ની સપાટી પર રહ્યો હતો.

Previous articleરાજસ્થાન અને દિલ્હી વચ્ચે રોચક જંગ
Next articleવારાણસીમાં મોદીને રેકોર્ડ મતથી જીતાડવા માટે પ્લાન