રાણપુરને પાણી પુરૂ પાડતા ભડલા ડેમની લાઈનમાંથી ૮ ગેરકાયદે કનેકશનો કપાયા

1013

બોટાદ જીલ્લાના રાણપુર ને પીવાનું પાણી પુરૂ પાડતા ભડલા ડેમમાંથી નિકળતી લાઈનમાંથી પાણીની ચોરીની અવારનવાર ફરીયાદ બરવાળા પાણી પુરવઠા બોર્ડ ને કરવામાં આવતી હતી.રાણપુર તાલુકાના છેવાડાના ગામોમાં પીવાનું પાણી અપુરતા પ્રમાણમાં મળતુ હોવાની અવાર નવાર ફરીયાદ આવતા બરવાળા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઈપ લાઈન પર ચેકિંગ કરતા ખેતીવાડી વિસ્તારમાં ખેડુત દ્વારા મેઈન પાઈપ લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન ઝડપી આવા ગેરકાદેસર કનેક્શન દુર કરી પાણી ચોરી કરતા લોકોને ચેતવણી આપવામાં આવી હતી…

રાણપુર તાલુકામાં અળવ,પાણવી,કુંડલી વગેરે ગામોમાં પીવાનું પાણી પુરતા પ્રેસર થી મળતુ ન હોવાની વારંવાર ફરીયાદ મળતા બોટાદ જીલ્લા કલેક્ટર સુજીતકુમાર દ્વારા પાણી પુરવઠા વિભાગને પાણી ચોરી કરતા તત્વો સામે કડક પગલા લેવા સુચના આપેલ જે અંગે બોટાદ કાર્યપાલક ઇજનેર ની સુચનાથી બરવાળા નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા દ્વારા જુદી જુદી ટીમો બનાવી લાઈન ઉપર ચેકિંગ હાથ ધરતા બોટાદ થી કુંડલી જતી પાઈપ લાઈનમાં અણીયાળી કાઠી ગામ પાસે ખેડુત દ્વારા પીવાના પાણીની મેઈન પાઈપ લાઈન તોડી ખેતી માટે પાણી ચોરી કરવામાં આવતુ હોવાનુ માલુમ પડતા પાણી પુરવઠા બરવાળા વિભાગ દ્વારા અંદાજે આઠ કનેક્શન પકડી પાડ્‌યા હતા.આ પ્રકારની કડક હાથે કામગીરી કરતા પાણી ચોરી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Previous articleગઢડા સ્વામી. મંદિરની ચૂંટણી સંદર્ભે ચેકીંગ
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી