અર્જુન-મલાઇકાના લગ્ન વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન

485

મુંબઈ : બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્ન વિશે અટકળો લાગી રહી છે. હાલમાં અર્જુને પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે તે હજી માત્ર ૩૩ વર્ષનો છે અને લગ્ન માટે કોઈ ઉતાવળ નથી. જોકે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પરિણીતીને અર્જુન-મલાઇકાના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

IANS સાથે વાતચીત કરતા પરિણીતીએ કહ્યું છે કે મેને ખબર નથી કે અર્જુન લગ્ન કરવાનો છે. જોકે મારા અર્જુન સાથેના સંબંધો લવ-હેટ રિલેશનશીપ સમાન છે. બોલિવૂડમાં સાચો મિત્ર મેળવવાનું મુશ્કેલ છે અને અર્જુન એક સાચો મિત્ર છે. પરિણીતી અને અર્જુને બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત સાથે કરી હતી. આ બંનેએ ૨૦૧૨માં ઇશ્કઝાદેથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે ગયા વર્ષે આવેલી બંનેની નમસ્તે ઇંગ્લેન્ડ સુપરફ્‌લોપ ગઈ હતી. હવે સંદીપ ઔર પિંકી ફરારમાં ફરી આ જોડી જોવા મળશે. નોંધનીય છે કે બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાના લગ્નને લઈ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે ચર્ચા પ્રમાણે પરિવારના દબાણને કારણે હાલમાં બંનેએ લગ્ન ના કરવાનો નિર્ણય લીધો છે. અર્જુન કપૂર ૩૩ વર્ષનો છે જ્યારે ૪૫ વર્ષીય મલાઈકા ડિવોર્સી તથા ૧૫ વર્ષના દીકરાની માતા છે.

અર્જુન તથા મલાઈકાની ઉંમરમાં ૧૨ વર્ષનો તફાવત હોવાથી કપૂર પરિવાર આ લગ્નની વિરૂદ્ધમાં છે.