રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઇન્ડિયન એજ્યુ. એવોર્ડ એનાયત

747

ન્યુ.દિલ્હી ખાતે ઇન્ડીયન એજ્યુકેશન એવોર્ડ ૨૦૧૮ માં શ્રેષ્ઠ સ્કુલનો એવોર્ડ ગુજરાતની એક માત્ર સ્કુલ રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને પ્રાપ્ત થયો.

મહુવા તાલુકાના આસરાણા ચોકડી ખાતે આવેલ સંત સાંનિધ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઉત્તર શિક્ષણ અને કલચરલ પ્રવૃત્તિ અંગે ઇન્ડીયન એજ્યુકેશન એવોર્ડમાં ૨૦૧૯માં એવોર્ડ માટે પસંદગી પામી હતી. આ એવોર્ડ સમારોહનું આયોજન તા.૦૪-૦૫-૧૯ ને  શનિવારના રોજ ન્યુ દિલ્હી ખાતે દેશ વિદેશના વૈજ્ઞાનિકો અને શિક્ષણ વિદ્દોની ઉપસ્થિતિમાં ડા.સુરેન્દ્ર પલ (વાઇસ ચાન્સલેયર ડાયટ પૂના), ડા.એશ્વેરાય (એમ્બેસેડર રી-પબ્લીક ઓફ બેલુરસ), લેફ્ટ જનરલ વિનોદ ભાટીયા, ડા.એમ.કે.ચદરાના (ચીફ સાયન્ટીસ્ટ) સીએસઆઇઓ ચંદીગઢ), ડા.જસવીન્દર નરોલા (બોલીવુડ સીંગર), ડા.મધુકાંત પટેલ (વૈજ્ઞાનિક ઇસરો), તેમજ વિવિધ શિક્ષણ વિદ્દો મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે સંસ્થા ડાયરેક્ટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સંસ્થાના પ્રમુખ માયાભાઇ આહીરની પ્રેરણા તેમજ શિક્ષણ પ્રત્યેની પ્રેમના કારણે વિદ્યાથી અને શિક્ષકના અર્થાત મહેનતથી ફલશ્રુતી રૂપે આજે એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા સાત વર્ષથી આ વિસ્તારમાં ચોક્કસ વિચારધારા સાથે આગળ વધતી આ સંસ્થા જોતા મુખ્ય ઉદ્દેશો ઉત્તર શિક્ષણ, શ્રેષ્ઠ સુવિધા, તેમજ સંસ્કારોનું ઘડતર એ જ ધ્યેય રહ્યો છે.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપ્રમુખ-ઉપપ્રમુખ વિહોણી રાજુલા ન.પા.માં પાણી વિહોણી બની જનતા