ગુજરાત રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે સુમિત ઠક્કરની વરણી

602

સમગ્ર વિશ્વમાં ફેલાયેલ રેડક્રોસની પ્રવૃત્તિઓ એ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી સમગ્ર દેશના તમામ રાજ્યોમાં ચાલી રહી છે. જેમાં ગુજરાત રાજ્ય રેડક્રોસએ રાજ્યના ૩૩ જિલ્લામાં ૮૯ થી વધારે તાલુકાઓમાં પોતાની શાખાઓ મારફતે માનવતાવાદી પ્રવૃત્તિઓ કરી રહી છે. તાજેતરમાં રેડક્રોસ રાજ્ય શાખામાં હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લા શાખાના વાઇસ ચેરમેન અને ભાવનગરના એડવોકેટ સુમીત એ. ઠક્કરની રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે વરણી કરવામાં આવેલ છે. જે ભાવનગર જિલ્લા રેડક્રોસ શાખા માટે ગૌરવ સમાન છે.

સુમીત ઠક્કર છેલ્લા ૧૮ વર્ષથી રેડક્રોસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. રાજ્ય રેડક્રોસની વિવિધ કમીટીમાં સેવા આપેલ છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ આપવા માટે તેમની પસંદગી કરવામાં આવેલ છે. કુદરતી આપત્તિઓના સમયમાં રાહત કાર્યની રેડક્રોસની વિવિધ ટીમમાં રહી કામગીરી કરેલ છે. ઉપરાંત ભાવનગર જિલ્લાની વિવિધ આરોગ્ય પ્રવૃત્તિઓની સરકારની કમીટીમાં સભ્ય તરીકે સેવા આપે છે. ઉપરાંત રેડક્રોસ ભાવનગરના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૬માં  સુમીત ઠક્કરને રેડક્રોસની આરોગ્યલક્ષી સેવાઓ માટે રાષ્ટ્રપતિના ંમેરીટ એવોર્ડથી દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે સન્માનીત કરવામાં આવેલા છે. છેલ્લા લાંબા સમયથી રેડક્રોસથી ૩૬ થી વધારે આરોગ્ય સેવાઓનું સંકલન તેઓ કરી રહ્યા છે. અને હવેથી રાજ્ય રેડક્રોસમાં વાઇસ ચેરમેને પદે નિયુક્ત થતા રાજ્યના ૩૩ જિલ્લા અને ૮૯ જેટલી તાલુકા શાખાઓનું સંકલન કરી ને આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાના ક્ષેત્રમાં કાર્યરત થશે.

સુમીત ઠક્કરની રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે વરણી થતા રાજ્ય રેડક્રોસના ચેરમેન ડા.ભાવેશ આચાર્ય, જનરલ સેક્રેટરી, ડા.પ્રકાશ પરમાર, ઇલેકશન કમિટી ચેરમેન દિનેશ રાવળ તથા ભાવનગર જિલ્લા શાખાના ઉપપ્રમુખ પ્રતાપભાઇ શાહ, ચેરમેન ડા.મિલનભાઇ દવે, મંત્રી વર્ષાબેન લાલાણી અને ખજાનચી ભારતીબેન ગાંધી સહિત તમામ ટ્રસ્ટી ગણ શુભેચ્છકો અને સ્વયંસેવકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સુમિતભાઇ ઠક્કરની રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે વરણી થતા સમગ્ર રાજ્ય રેડક્રોસ એન ભાવનગર ઝિલ્લા શાખાના તમામ પ્રતિનિધિઓ અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Previous articleજાફરાબાદમાંથી પસાર થતા ઓવરલોડ ટ્રકોનાં કારણે જીવલેણ અકસ્માતની ભીતિ
Next articleતળાજા શારદા મંદિર સ્કુલનો વાર્ષિક ઉત્સવ