પાલીતાણાના દરબારગઢ ખાતે શિવકથાનો પ્રારંભ

681

પિતૃઓનાં માસ તરીકે ઓળખાતા ચૈત્ર-વૈશાખમાં પિતૃઓની તૃપ્તિ માટે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં કથા-વાર્તા અને સપ્તાહમાં રામકથા, ભાગવતકથા,  શિવકથાઓનું વિશેષ આયોજન કરવામાં આવે છે. પાલીતાણા નજીકના પાદરગઢ ગામે કિશોરગીરી ગૌસ્વામી (ગીરીબાપુ-શિવ કથાકાર – વલભીપુર)ના ં વ્યાસાસને આગામી ૦૫-૦૫-૧૯ થી થશે. દિપ-પ્રાગટ્ય પૂ.મસ્તરામબાપુ કરશે. જોડેશ્વર મહાદેવની મહંત અશોકગીરીબાપુ જોડાશે. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સમસ્ત બહાદુરગઢ સર્વ પિતૃમોક્ષાર્થે આયોજન કરવામાં આવેલ છે. શિવકથા દરરોજ સવારે ૯ થી ૧૧-૩૦ અને સાંજે ૩-૩૦ થી ૫-૩૦ કિશોરગીરી બાપુ (વલ્લભીપુર) વાળા પોતાની આગવી શૈલીથી બહાદુરગઢમાં આવેલ પુરાતનિય જોડેશ્વર મહાદેવનાં મંદિરમાં યોજાશે. દરરોજ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

Previous articleઆરટીઆઇ તળે માહિતી આપવામાં રાજુલા વીજ કંપનીનાં માહિતી અધિકારીનો ઉલાળીયો
Next articleહોટલ મધુવન વરતેજ પાસે જુગાર રમતા ચાર ઝડપાયા