હોટલ મધુવન વરતેજ પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

911

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસો સાથે શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા .તે દરમ્યાન શક્તિસિંહ ગોહિલ તથા સત્યજીતસિંહ ગોહિલ ને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, વરતેજ ગામ,મધુવન હોટેલ પાસેના ખાંચામા,અંબુજા સિમેન્ટ ના ગોડાઉન પાસે આવેલ હનુમાનજીની દેરી પાસે જાહેરમાં અમુક ઇસમો મોબાઇલ ફોનની લાઇટ વતી ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે સ્ટાફનાં માણસોને રેઇડ કરતાં જાહેરમાં ગોળ કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ચાર ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો જુગાર રમતાં મળી આવેલ.

સુનિલભાઇ દિનેશભાઇ નાકીયા ઉ.વ.૩૪, પિયુષભાઇ ચંદ્રકાંતભાઇ પારેખ ઉ.વ.૪૮,   હરેશભાઇ ભરતભાઇ જેઠવા ઉ.વ.૪૨, રણજીતસિંહ બહાદુરસિંહ સરવૈયા ઉ.વ.૫૫વાળા પાના-પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતા મળી આવેલ.

ચારેય ઇસમો જાહેરમાં મોબાઇલ ફોન ની લાઇટના અંજવાળે  ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ રોકડ રૂ.૨૯,૧૪૦/-,મોબાઇલ નંગ-૦૫ કુલ રૂ.૩૫,૧૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleપાલીતાણાના દરબારગઢ ખાતે શિવકથાનો પ્રારંભ
Next articleપરશુરામજીની શોભાયાત્રાને સંસ્કૃત પાઠશાળાનાં છાત્રો પ્રસ્થાન કરાવશે