ચોરી કરેલો સામાન વેચવા જતા આરોપીને પોલીસે ઉઠાવી લીધો

0
735

આજરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તે દરમ્યાન રૂપદેવસિંહ રાઠોડ તથા દશરથસિંહ ગોહિલને  મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈસમ પીળા કલર ના મોરા વાળી લોડીગ રિક્ષા  માં શકાસ્પદ મુદામાલ લઈ મોતીતળાવ  વેચવા જાય છે જે બાતમી આધારે મોતીતળાવ મોગલ માં ના મંદિર પાસે વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી રિક્ષા નીકળતા  તેને રોકી મજકુર રિક્ષા ચાલક નું નામ પૂછતાં સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી  ઉવ ૩૩ રહે ફુલસર ૨૫ વારીયા ભાવનગર મૂળ ગામ  મિયાણી રાજસ્થળી તા ઘારી જિલ્લા  અમરેલી વાળો હોવાનું જણાવેલ તેની પાસેથી બે ટ્રકની પાટલા બેટરી, એક ૭૫ ટન કેપીસીટીનો જેક, એક ટેપ તથા સ્પીકર, એક પાણીનો જગ તેમજ ગુન્હા માં વપરાયેલ લોડીગ રીક્ષા મળી   ૮૧,૦૦૦/- ના  મુદામાલ સાથે મળી આવેલ.

આરોપીની પુછપરછ કરતા તેણે બંદર રોડ પર આવેલ રામાપીર ના મંદિર સામે થી થોડા દિવસ પહેલા વહેલી સવારે એક ટ્રક માંથી ઉપરોક્ત સામાન ચોરી કરેલા  હોવાની કબુલાત કરેલ છે.  આ અંગે ગંગાજળિયા પો.સ્ટે. મા ભૂપેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા   ઉવ-૩૦ ધંધો- ટ્રાંન્સપોર્ટ રહે- ચંન્દ્રોદય પાર્ક  ભાવનગર વાળા એ આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ. તેમજ આરોપી સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી અગાઉ જામનગર રીલાયન્સ કંપની માંથી ચોરી ના ગુન્હા માં  પડાણા પોલીસ સ્ટેશન માં ત્રણ વાર  પડાયેલ છે આમ મજુકુર આરોપી ચોરી કરવાની ટેવ વાળો તેમજ રીઢો ગુન્હેગાર  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here