વર્લ્ડકપ ૨૦૧૯ના પ્રેક્ટિસ મેચની શરૂઆત ૨૪ મેથી થશે, સ્ટાર સ્પોટ્‌ર્સ પર જોવા મળશે

711

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ શરૂ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે અને તેમાં ભાગ લેનાર ૧૦ ટીમ પ્રેક્ટિસમાં લાગી ગઈ છે.

વર્લ્ડ કપમાં રમાનાર પ્રેક્ટિસ મેચની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને ભારતમાં સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોટ્‌ર્સે પુષ્ટિ કરી છે કે તે તમામ ૧૦ પ્રેક્ટિસ મેચનું લાઈવ પ્રસારણ કરશે.

વર્લ્ડ કપ ૨૦૧૯ના પ્રેક્ટિસ મેચની શરૂઆત ૨૪ મેથી થશે, જે ૨૮ મે સુધી ચાલશે. તેમાં ટીમોને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ઢળવાની તક મળશે. સાથે જ ટીમો પાસે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઈલેવનની પસંદગી કરવાની પણ તક રહેશે. જણાવીએ કે, પ્રેટિ્‌કસ મેચને સત્તાવાર દરજ્જો પ્રાપ્ત નહીં હોય કારણ કે તેમાં પ્લેઇંગ ઈલેવન પર કોઈ અંકુશ નથી હોતો.

ટીમોની પાસે પોતાના તમામ ખેલાડીઓને તમાં રમાડવાની શાનદાર તક હશે.

વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ૨૦૧૯ની તૈયારીઓ માટે પોતાના બે પ્રેક્ટિસ મેચ ક્રમશઃ ૨૫ અને ૨૮ મેના રોજ રમશે.

આ મેચ ન્યૂઝીલેંડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર ૩ કલાકે થશે.

Previous articleસ્ટાઈમૅકના અનુભવનો ભારતની ફૂટબોલ ટીમને લાભ મળશે : કેપ્ટન સુનીલ છેત્રી
Next articleહિરવાણી, કોટક અને યાદવ ઈન્ડિયા-એ ટીમને કોચિંગ આપશે