પાળીયાદનાં પીપળીયા ગામની સીમમાથી જુગારધામ ઝડપાયું

701

પાળીયાદ પો.સ્ટે.ના રમેશભાઇ કુવરાભાઇ જોગરાજીયા, વિક્રમસિંહ હાલુભા પરમાર, સંજયભાઇ ખીમજીભાઇ બાવળીયા, હરજીભાઇ મેરાભાઇ સાસુકીયા, સંજયભાઇ માવજીભાઇ સોલંકી, એન.સી.સગરસા સાથે ચોક્કસ બાતમીના આધારે પીપળીયા ગામે જીલુભાઇ રામભાઇ ખાચરની વાડી બંધ મકાને રેઇડ કરતા જેમા જીલુભાઇ રામભાઇ ખાચર ઉ.વ.૪૫ રહે.પીપળીયા તા-જી.બોટાદ, ધીરૂભાઇ નનકુભાઇ ખાચર ઉ.વ.૩૦ , નરેશભાઇ બાવકુભાઇ ખાચર ઉ.વ.૨૩, પ્રતાપભાઇ આપાભાઇ ખાચર ઉ.વ.૪૫, જસમતભાઇ મથુરભાઇ મેર ઉ.વ.૩૩, રાજુભાઇ ઠાકરશીભાઇ ભાલાળા ઉ.વ.૩૦  આ તમામ શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૧,૨૩,૭૦૦ તથા બે મો.સા.કી.રૂ.૫૦,૦૦૦ તથા સાત મોબાઇલ કિ.રૂ.૨૫,૫૦૦ તથા જુગાર રમવાના ગંજીપતાના પેકેટ નંગ-૬ કિ.રૂ.૬૦ મળી કુલ મુદામાલ ૧,૯૯,૨૬૦ સાથે છ ઇસમોને પકડી જુગાર ધારા કલમ ૪,૫,મુજબ ધોરણસર અટક કરી વધુ તપાસ પાળીયાદ પો.સબ.ઇન્સ.એન.સી.સગર  ચલાવી રહયા છે.

Previous articleસંકટ સમયની સંજીવની બનતી જીલ્લા ૧૦૮ ટીમ
Next articleભગુડાગામે મોગલધામ ખાતે ૨૩ મો પાટોત્સવ સંપન્ન થયો