રિસેટ-૨બી ઉંડાણ ભરવા સંપૂર્ણ સુસજ્જ

478

અતિ આધુનિક ભુ અવલોકન ઉપગ્રહ રિસેટ-૨બીને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોંચ કરવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આના માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. વિશ્વસનીય ધ્રુવીય ઉપગ્રહ લોંચ  યાન પીએસએલવી સી-૪૬ થી આને લોંચ કરવામાં આવનાર છે. આવતીકાલે સવારે ૫.૨૭ વાગ્યે આને લોંચ કરી દેવામાં આવનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોના અધ્યક્ષ કે શિવને કહ્યુ છે કે પીએસએલવી સી-૪૬ રિસેટ -૨ બી મિશન માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા પહેલાથી જ શરૂ કરવામાં  આવી ચુકી છે. આ વખતે ૨૫ કલાક કાઉન્ટ ડાઉન ચાલનાર છે. ત્યારબાદ તેને લોંચ કરવામાં આવનાર છે. મંગળવારના દિવસે સવારે ૪.૨૭ વાગ્યા કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા શરૂ કરવામા ંઆવી હતી. આ ગાળા દરમિયાન યાનના બીજા અને ચોથા તબક્કામાં પ્રવાહી ફ્યુઅલ ભરવામાં આવી ચુક્યા છે. અન્ય તમામ પ્રકારની તપાસ પણ કરવામા ંઆવી રહી છે.

શિવને કહ્યુ હતુ કે પીએસએલવીની આ ૪૮મી ઉડાણ રહેનાર છે. આ મિશન દરમિયાન રોકેટ રડાર ઇમેજિંગ ઉપગ્રહ રિસેટ -૨ને પૃથ્વીની ૫૫૭ કિલોમીટરવાળી પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવનાર છે. ઇસરોના વૈજ્ઞાનિક તમામ બાબતો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વાદળો રહેશે તો પણ જમીન પર ચાંપતી નજર રાખી શકાશે. ઇસરોના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ શ્રીહરિકોટા ખાતે પહોંચી ગયા છે અને તમામ ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે. ભારત વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની દિશામાં છે. ઇસરો દ્વારા પહેલાથી જ આની જાહેરાત કરી દેવાઈ છે.

Previous articleવીવીપેટ સ્લીપના વેરિફિકેશન માટેની ચૂંટણી પંચ સમક્ષ માંગ
Next articleચૂંટણી પૂર્ણ થતાં મોંઘવારી આસમાનેઃ તુવેર દાળ સહિત અન્ય કઠોળના ભાવમાં ભડકો