વીવીપેટને મેચ કરવા માટેની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

455

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ચૂંટણી પરિણામને લઇને ચિંતાતુર અને પરેશાન થયેલા વિરોધ પક્ષોને આજે મોટો ફટકો  પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણી માટે ૨૩મી મેના દિવસે મતગણતરી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે વીવીપેટના ૧૦૦ ટકા મેચિંગની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં વિસ્તૃત બેંચે આ મામલે પહેલાથી જ સુનાવણી કરી લીધી છે અને આદેશ પણ આપી દીધો છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને એમઆર શાહની બનેલી બેંચે આદેશ કર્યો હતો. સાથે સાથે ચેન્નાઈ સ્થિત ઓર્ગેનાઇઝેશન ટેક-૪ ઓલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. બેંચે કહ્યું હતું કે, સીજેઆઈ આ મામલામાં સુનાવણી ચલાવી શકે છે. આવી સ્થિતિમાં બે જજની વેકેશન બેંચ સમક્ષ શા માટે સુનાવણીની તક લેવામાં આવી રહી છે. અમે તાકિદની સુનાવણી માટે આવા કોઇ કેસને હાથ ધરીશું. સીજેઆઈના આદેશને ઉપર જઇને કોઇ નિર્ણય લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલાની તાકિદની સુનાવણી માટે માત્ર ઇન્કાર જ કર્યો નથી બલ્કે અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. ૭મી મેના દિવસે સીજેઆઈના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે ૨૧ વિરોધ પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં ૨૧ વિરોધ પક્ષો દ્વારા આ અરજી કરવામાં આવી હતી જેમાં ઇવીએમ સાથે વીવીપેટ સ્લીપને મેચ કરવાની સંખ્યા ૫૦ ટકા કરવાની માંગ કરવામાં આવી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ૮મી એપ્રિલના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો દાખલ કર્યો હતો. ચેન્નાઈ સ્થિત કંપનીએ અરજી દાખલ કરીને કહ્યું હતું કે, ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવેલા ઇવીએમ મોડલ પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યા છે જેથી ઇવીએમ સાથે ચેડાને લઇને શંકા રહેલી છે.  સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ પ્રકારની માંગને વારંવાર સાંભળી શકાય તેમ નથી. દરમિયાન વિપક્ષ મંગળવારના દિવસે ઇવીએમને લઇને બેઠક કરતા આને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. વિપક્ષી દળોએ સાથે મળીને ઇવીએમને લઇને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના ચાર મામલામાં વિપક્ષની શંકાને ફંગાવી દીધી છે. સાથે સાથે કહ્યુ છે કે ઇવીએમ બિલુકલસુરક્ષિત છે. તેમાં વિશ્વાસ જાળવી રાખવાની જરૂર છે. ટેકનોક્રેટ્‌સના એક ગ્રુપ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવી હતી. જેમાં માંગ કરવામાં આવી હતી કે વેરિફિકેશન માટે તમામ ઇવીએમને ઇવીએમ સાથે જોડી દેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે તે મેરિટ મુજબ નથી. દરમિયાન ચૂંટણી પંચે યુપીના ચાર જિલ્લામાં ઇવીએમની સુરક્ષાને લઇને વિપક્ષ તરફથી કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિએ પણ ઇવીએમને લઇને શંકા વ્યકત કરી છે.

Previous articleઅરૂણાચલમાં ઉગ્રવાદી હુમલો : એનપીપીના ધારાસભ્ય સહિત ૧૧ લોકોની નિર્મમ હત્યા
Next articleરાજુલામાં યોજાયેલ ધર્મ ઉત્સવમાં કાશીનાં જગતગુરૂનું સન્માન