સુખભાદર ડેમથી લાઈન નખાઈ પણ વચ્ચેના ગામો પાણી વાળી લેતા કકળાટ

805

બોટાદ જીલ્લાનું રાણપુર છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્ને પારાયણ કરી રહ્યુ છે.વિધાનસભામાં રાણપુર ધંધુકા મતવિસ્તારમાં આવે છે.ત્યારે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ ખોવાઈ ગયા હોઈ તેમ લાગી રહ્યુ છે.ધંધુકાના ધારાસભ્ય તરીકે જ્યારે ભરતભાઈ પંડ્યા ચુંટાયા ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પાસે રજુઆત કરી સુખભાદર ડેમ થી રાણપુર સુધી પીવાનું પાણી મળી રહે તે માટે પાઈપલાઈન મંજુર કરાવી આ પાઈપલાઈન નખાવી હતી જે ફક્ત રાણપુરને પાણી આપવા માટે રાખેલ જેને પછીના ધારાસભ્યો સાચવી ન શક્તા અને મત મેળવવા અથવા પાણી પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓની મીલી ભગત થી આ લાઈનમાંથી આડેધડ કનેક્શન ગામડાઓને આપતા રાણપુરને પુરતા પાણીથી વંચિત રાખવામાં આવ્યુ.ધારાસભ્ય રાજેશ ગોહિલ ક્યાંક ખોવાઈ ગયા હોય તેવુ પ્રજાને લાગી રહ્યુ છે. ધારાસભ્ય એ પાણી નો પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ લીધો હોઈ તેમ જણાતુ નથી.તમે નવી લાઈન મંજુર ન કરાવી શકો પણ જે લાઈન છે તે સાચવી તો શકો ને.આ લાઈનમાં આવતા પાણીમાંથી થતી ચોરી અટકાવી ન શકો.આ લાઈનમાંથી ગામડામાં પાણી આપીને રાણપુરને અન્યાય કર્યો છે તે ન અટકાવી શકો.જો તમે પીવાનું પાણી રાણપુરને ન અપાવી શકો તો આ પદ શોભાવવાનો નૈતિક અધિકાર ખરો કે નહી.આજે રાણપુર થી નાના ગામડાને ૨,૩,૪, દિવસે પાણી મળે છે અને રાણપુરને ૧૦ થી ૧૨ દિવસે પાણી મળે છે આમા કોણ જવાબદાર તેવા લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે. આ બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી સાથે વાત કરતા જણાવેલ કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા પાણીના પ્રશ્ને ડી.ડી.ઓ,કલેક્ટર,કે પાણી પુરવઠા મંત્રીને લેખિત જે રજુઆત કરીએ છીએ તેની નકલ ધારાસભ્ય રાજેશ ગોહિલને મોકલીએ છીએ.પણ પરીણામ મળતુ નથી અને હુ પંચાયત,તાલુકા પંચાયત સામે આંદોલન કરૂ અને જો કોઈ તોફાની તત્વો તેમા સામેલ થઈ જાય તો મને બદનામી મળે અને ભુતકાળમાં પાણી પ્રશ્ને થયેલ તોફાનોમાં શુ થયુ હતુ તે ગામને ખબર છે.હાલ રાણપુરને પુરૂ પાડતા ભડલા ડેમમાં ૧૫ દિવસનું પાણી છે. હજુસુધી પાણી મળે તે માટે ધારાસભ્ય એ રાણપુરની મુલાકાત લીધી નથી.

Previous articleરાણપુરના નાગેનેશની સીમમાંથી ઈંગ્લીશ દારૂની રર પેટી ઝડપાઈ
Next articleમાલપર ગામનું ગૌરવ