એસ.એસ.સી બોર્ડમાં ૯૯.૮૮ પર્સનટાઇલ મેળવી દીકરીએ  સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં આપી અંજલી

1977

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે.  અને હા આ મહેનત પણ આયોજનબધ્ધ હોવી જોઈએ તેમ ફરી એકવાર મૂળ ભાવનગર ના અને હાલ અમદાવાદ અભ્યાસ કરતી ભટ્ટ ત્વરા વિવેકભાઈ એ સાબિત કરી બતાવ્યું છે.

અથાગ મહેનતના પરિણામે અમદાવાદ ની સી. એન. વિદ્યાલય ની વિદ્યાર્થીની ત્વરા ભટ્ટ એ વર્ષ આખું ભારે મહેનત કરી  બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૯૮.૮૮ પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.

મૂળ ભાવનગર ના ડો. પ્રો.વિવેકભાઈ ભટ્ટ અને ડો.પ્રો. પ્રીતિબેન મૈયાણી ની દીકરી અમદાવાદ માં સી એન વિદ્યાલય માં અભ્યાસ કરે છે. ઝળહળતી સફળતા મેળવનાર ત્વરા અનેક સંઘર્ષ વચ્ચે આ લક્ષ્ય સુધી પહોંચી છે. એક વર્ષ પહેલાં જ ત્વરા ના પપ્પા ડો. પ્રો. વિવેકભાઈ નું અવસાન થયું હતું. આ આઘાત બહુ મોટો હતો પરંતુ પિતાની લાડકી દીકરી ત્વરા હિંમત ન હારી. સ્વર્ગવાસી પિતાની ઈચ્છા હતી કે ત્વરા સારા માર્ક સાથે પાસ થાય તે ઈચ્છા પૂરી કરવામાં દિકરી સફળ રહી. અભ્યાસમાં માતા પ્રો. પ્રીતિબેન અને આખા પરિવારે ખૂબ ધીરજ અને કુનેહથી કામ લઈ ત્વરાનો હોસલો વધાર્યો હતો.જોકે ૯૯.૮૮ પર્સન્ટાઈલ આવવા છતાં એક પેપર માં ઓછા માર્ક ની ફરિયાદ સાથે તે પેપર ખોલાવી પૂનઃ મૂલ્યાંકન કરવવા ઈચ્છે છે.

ત્વરા ને પહેલે થી જ વાંચ નો જબરો શોખ છે. તેના માતા ડો પ્રો. પ્રીતિબેન મૈયાણી ભટ્ટ ગુજરાત યુનિવર્સિટી માં ૐઇડ્ઢઝ્ર વિભાગ માં ફરજ બજાવે છે. તેમના નાનાજી ડો.પ્રો. જે.પી મૈયાણી તાજેતરમાં જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ. ના કુલપતિ પદે થી સેવાનિવૃત થયા છે. ત્વરા મેડિકલ અથવા સિવિલ સર્વિસ માં આગળ વધવા માગે છે.

Previous articleમાલપર ગામનું ગૌરવ
Next articleધો.૧૦ ભાવનગર જિલ્લાનું ૬૬.૧૯ ટકા પરિણામ