ભગવાન ઝુલેલાલના ચાલિસા વ્રતની પૂર્ણાહુતિ નિમિતે શોભાયાત્રા નીકળી

36

ભાવનગર શહેરમાં આવેલા જુદા જુદા વિસ્તારોમાં ઝુલેલાલ મંદિરના સાનિધ્યમાં વિભીન્ન કાર્યક્રમો સાથે ચાલીસા વ્રતની સીંધી સમાજ દ્વારા શ્રધ્ધા પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઘોઘાગેઇટ ચોક ખાતેથી જુનાબંદર સુધી શોભાયાત્રા નીકળી હતી.ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતની સિન્ધી સમાજમાં પરંપરાગત કરવામાં આવી હતી. ઉજવણીમાં સતત ૪૦ દિવસ ઉપવાસ કરવામાં આવ્યા હતા. ચાલિસા વ્રત દરમિયાન ઝુલેલાલ મંદિરમાં દેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
ભૈરાણા સાહેબની અખંડ જ્યોતની તથા દરિયા શાહની પૂજા અર્ચના કરી દરિયામાં વિસર્જન કરવામાં આવે છે, દર વર્ષે સિન્ધી સમાજ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું કરવામાં આવે છે પણ સતત બે વર્ષથી કોરોના ને કારણે કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા હતા, ચાલિસા વ્રતની ઉજવણીના અંતિમ દિવસે એટલે કે આજરોજ પૂર્ણાહુતી કરવામાં આવી હતી, પ્રભારામ જલ આશ્રમ ઘોઘાગેટથી જુનાબંદર સુધી શોભાયાત્રા નીકળી હતી, અને ચાલીસા વ્રતની પૂર્ણાહુતિ થઈ હતી, આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ-બેહનો ઉપસ્થિત રહયા હતા.