સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી

675

રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૧.૪૭ મીટરે પહોંચી છે.

ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી ૪૪૯૯૨ ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ગુજરાતના ખેડૂતો માટે ૯૨૫૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ૧૨ કલાકમાં ડેમની સપાટી ૨૧ સે.મી. વધી છે. નર્મદા ડેમમાં ૧૩૪૦ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. સ્ઁના ૨ ડેમના પાવર હાઉસ શરૂ રહેતા પાણીની આવક સારી એવી થઇ રહી છે.

મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે.

Previous articleચંદ્રયાન-૨ને આજે લોંચ કરી દેવાશે : તમામ લોકોની નજર
Next article૧૧ જિલ્લામાં PI કક્ષાના ૧૬ નવા પોલીસ સ્ટેશન બનશે