ગઢડામાં લાઇટનાં અજવાળે જુગાર રમતા અડધો ડઝન શકુની ઝડપાયા

0
441

ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફના એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહીલ, ભગીરથસિંહ ગોહીલ, હેમરાજભાઇ બારડ, હરપાલસિંહ ગોહીલ બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં ખોડીયારનગર-૨ માં આવેલ હનુમાનજી મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમતા ભાભલુભાઇ વાસકુરભાઇ ખાચર ઉ.વ.૩૮, સુરેશભાઇ ભારમલભાઇ તાવીયા ઉ.વ.૩૦ , લાલજીભાઇ બચુભાઇ સાંકળીયા ઉ.વ.૨૮ , હિતુભાઇ ગભરૂભાઇ ખાચર ઉ.વ.૨૨ , દિનેશભાઇ ધનજીભાઇ ડાભી ઉ.વ.૨૨, પરાગભાઇ નવીનભાઇ ડેલીવાળા ઉ.વ.૩૭  વાળાઓને રોકડા રૂા.૧૧,૩૯૦/- તથા જુગાર સાહીત્ય સાથે પકડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here