અમદાવાદનાં બાપા સીતારામ ટ્રસ્ટે બગદાણામાં સફાઇ કરી

669

બગદાણાધામ ખાતે અમદાવાદ ની સફાઈ મિલિટરી ની છાપ ધરાવતી સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ ની સફાઇ સેવા સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે સુખી સંપન્ન પરિવાર ના યુવાનો ની સંસ્થા એટલે બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ સફાઈ મિલિટરી શિસ્ત બદ્ધ ટિમ નહિ ફોટો પ્રસિદ્ધિ માન સન્માન પદ પ્રતિષ્ઠા ની કોઈ અપેક્ષા વગર સુંદર સફાઈ અભિયાન ચલાવતી સંસ્થા આજે સુપ્રસિદ્ધ  સંત શ્રી બજરંગદાસબાપા ના બગદાણા ખાતે પધારી સફાઈ અભિયાન ચલાવ્યું

સ્વખર્ચે સુંદર સફાઈ અભિયાન કરતી સંસ્થા પોતા ના સ્વખર્ચે દર રવિવારે ગુજરાત ના કોઈ પણ એક ધર્મસ્થાન માં પહોંચી સુંદર સેવા કરી સફાઈ અભિયાન ચલાવે છે

ધર્મસ્થામ નો ખૂણે ખૂણો સાફસફાઈ કરતી સંસ્થા સફાઈ મિલિટરી બાપા સીતારામ ટ્રસ્ટ ની સફાઈ સેવા સાથે સુંદર સંદેશ જ્યાં ત્યાં ગંદગી ન કરો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ધર્મસ્થાન નું ઔચિત્ય જાળવો વ્યસન મુક્તિ બનો જેવા સુંદર સંદેશ સાથે બગદાણા બજરંગદાસ બાપા ના સાનિધ્ય સફાઈ અભિયાન ચલાવ્યું હતું

Previous articleશાળાના વિદ્યાર્થીઓ માટે બોલપેનની સહાય
Next articleબાબરામાં વરસાદથી ભરાયેલા જળાશયોમાં યુવાનોના ધુબાકા