શહેર-જિલ્લામાં ત્રણ દિવસની આગતાસ્વાગતા બાદ ગણપતિ વિસર્જનના દૌરનો આરંભ થયો

30

ઘરમાં સ્થાપના કરેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ ઓનુ લોકો ઘરમાં જ વિસર્જન કરતાં લોકોની સંખ્યા વધી
ભાવનગર શહેર તથા તાલુકા, ગામડાઓમાં જે શ્રદ્ધાળુઓ ત્રણ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે એ લોકો એ આજે ત્રણ દિવસ સંપન્ન થતાં વિસર્જનનો આરંભ કર્યો છે જિલ્લામાં આવેલ વિવિધ જળાશયોમાં આજે રવિવારનો રજાનો દિવસ હોય આથી વહેલી સવારથી જ ગણપતિ વિસર્જન માટે ભારે ભીડ જમાવી હતી. દેશનાં મહારાષ્ટ્રથી શરૂ થયેલ ગણપતિ મહોત્સવની પ્રથા ગુજરાતમાં વ્યાપક બની રહી છે દર વર્ષે જાહેર તથા ઘરમેળે ગણપતિ ઉત્સવના આયોજનોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એ સાથે ભાવનગર શહેર-જિલ્લામાં પણ ગણપતિ મહોત્સવ ને લઈને આબાલવૃદ્ધ સૌવ કોઈ લોકો માં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો એક દિવસથી લઈને પંદર દિવસીય આયોજનો કર્યા છે જે અંતર્ગત આજરોજ ભાદરવા સુદ ચોથ થી આજે ત્રણ દિવસ પૂર્ણ થતાં અનેક શ્રદ્ધાળુઓ એ ગણપતિ વિસર્જનની શરૂઆત કરી છે જેમાં ગણપતિ વિસર્જન માટે લોકો નું સૌથી માનિતુ સ્થળ ઘોઘા તાલુકામાં આવેલ નિષ્કલંક નો સમુદ્ર તટ છે દર વર્ષે હજારો ની સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આજે સવારથી જ પ્રોફેશનલ તથા નોકરી-વ્યવસાય માં વ્યસ્ત રહેતા લોકો દ્વારા ગણપતિજી નું વાજતેગાજતે વિસર્જન કર્યું હતું.