શહેરના રવેચી ધામ પાસેથી પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો

50

શહેરમાં ગેરકાયદે ઘાતક હથિયારો મળવાનો સિલસીલો યથાવત
ભાવનગર શહેર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે શહેરના ઘોઘા રોડપર આવેલ રવેચી ધામ પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
સમગ્ર બનાવ અંગે ર્જીંય્ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર એસઓજી ની ટીમ પેટ્રોલિંગ માં હોય એ દરમ્યાન બાતમીદારે ચોક્કસ બાતમી આપી હતી કે ઘોઘા રોડપર આવેલ રવેચી ધામ ના તળાવ પાસે એક શખ્સ હથિયાર સાથે ફરી રહ્યો છે જે હકીકત આધારે ટીમે માહિતી મુજબ ના સ્થળે પહોંચી અહીં ફરતાં શખ્સને ઉઠાવી નામ સરનામું તથા અંગઝડતી હાથ ધરી હતી જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ભાવેશ ઉર્ફે ભામણ વિજય પંડ્યા રે.ઘોઘારોડ પારૂલ સોસાયટીમાં પ્લોટનં-૮ વાળો હોવાનું જણાવેલ આ શખ્સની અંગઝડતી દરમ્યાન એક દેશી બનાવટની પિસ્ટલ વિના પાસપરમિટે મળી આવતા ટીમે આર્મ્સ એકટ હેઠળ ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.