આમ આદમી પાર્ટીની જિલ્લા કારોબારી સિહોર ખાતે મળી

37

સિહોર ખાતે આમ આદમી પાર્ટીની ભાવનગર જીલ્લાની કારોબારી અને બુથ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના પ્રભારી ગુલાબજી યાદવ, સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી રાજભા ઝાલા, સહ સંગઠન મંત્રી અશોકભાઈ ગોહિલ, ભાવનગર જીલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા તેમજ વિવિધ સેલના પ્રમુખ હાજર રહી બુથ સુધીની સમીક્ષા કરી હતી. અને દરેક તાલુકા પ્રમુખ તેમજ શહેર પ્રમુખને વિશેષ બુથ સુધીની સંગઠનની મજબૂત બનવવા માર્ગદર્શન આપ્યું હતું અને આવનાર સમયમાં બુથ સુધી ના સંગઠનને લઈ જવા વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને ગુજરાતનાં મુખ્યમંત્રીના રાજીનામાં પ્રત્યે પણ દરેક હોદેદારોએ તીખા પ્રહાર કર્યા હતાં અને નિષફળ મુખ્યમંત્રી ગણાવ્યાં હતાં અને સંગઠન બાબતે પણ પ્રદેશ ટીમ પણ આકરા પાણી એ જોવા મળી હતી અને સંગઠન બુથ સુધી મજબૂત કરવાં દરેક કાર્યકરને હાકલ કરી હતી.