ઉદયપુરની પ્રખ્યાત આર્ટ ગેલેરી bagore ki haveli ખાતે આજરોજ ગ્રુપ શોનું આયોજન કરાયું

31

આ પ્રદર્શનમાં હૈદરાબાદ વાંકાનેર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર વડોદરા જૂનાગઢ અને અમદાવાદ સાથે ભાવનગરના ૧૩ જેટલા આર્ટિસ્ટો એ ભાગ લીધો. આ પ્રદર્શનમાં ભાવનગર ના રાજન શાહ, ધ્રુવી પારેખ ,ઉષા પાઠક ,ફાલ્ગુની પારેખ ,એહેજ જરટ્ઠૈાર ,શ્રુતિ પરમાર ,ઋત્વિ ખંભાયતા, મેહુલ બોરીચા ,રિદ્ધિ પટેલ અને પરાગ પરમાર સહિતના આર્ટિસ્ટો જોડાયા હતા આ પ્રદર્શન અશોક પટેલ ,અજય ચૌહાણ અને અજય જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદઘાટન રાજસ્થાન ની પ્રખ્યાત જાદુગર આંચલ કુમાવાત તેમજ ઉદયપુરના સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ શરદ ભારથી દ્વારા કરવામાં આવ્યું હતું..