ગઢડામાં લાઇટનાં અજવાળે જુગાર રમતા અડધો ડઝન શકુની ઝડપાયા

717

ગઢડા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફના એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહીલ, ભગીરથસિંહ ગોહીલ, હેમરાજભાઇ બારડ, હરપાલસિંહ ગોહીલ બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં ખોડીયારનગર-૨ માં આવેલ હનુમાનજી મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમતા ભાભલુભાઇ વાસકુરભાઇ ખાચર ઉ.વ.૩૮, સુરેશભાઇ ભારમલભાઇ તાવીયા ઉ.વ.૩૦ , લાલજીભાઇ બચુભાઇ સાંકળીયા ઉ.વ.૨૮ , હિતુભાઇ ગભરૂભાઇ ખાચર ઉ.વ.૨૨ , દિનેશભાઇ ધનજીભાઇ ડાભી ઉ.વ.૨૨, પરાગભાઇ નવીનભાઇ ડેલીવાળા ઉ.વ.૩૭  વાળાઓને રોકડા રૂા.૧૧,૩૯૦/- તથા જુગાર સાહીત્ય સાથે પકડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleશિક્ષણની જાગૃતિએ રવાન્ડાને વિશ્વની સાંસ્કૃતિક મુખ્ય ધારામાં જોડયા છે…
Next articleગ્રીનસીટીના દેવેનભાઇ આંકરા પાણીએ; વૃક્ષોને થતું નુકશાન અટકાવવા ખૂદ મેદાને