ભાવનગરનું ધો.૧૨ સા.પ્ર.નું ૮૧.૦૪ % પરિણામ

760

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ – ૨૦૧૯ માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યનું ૭૭.૨૭ ટકા પરિણામ આવેલ જેની સામે ભાવનગર જિલ્લાનું ૮૧.૦૪% પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે વેબસાઇટ પર જાહેર કરતા વિદ્યાર્થીઓએ સવારે જ પોતાના કોમ્પ્યુટર અને મોબાઇલમાં પરિણામ જોઇ લીધું હતું. અને ઉત્તિર્ણ થતા ખુશખુશાલ થયા હતા. આજે ગુજરાત રાજ્યનું ૭૭.૨૭ ટકા પરિણામ સાથે ભાવનગર જિલ્લાનું પરિણામ ૮૧.૦૪ ટકા જેટલું ઉંચુ આવ્યું હતું. જેમાં જિલ્લામાં સૌથી વધુ વલ્લભીપુર પરીક્ષા કેન્દ્રનું ૮૭.૫૭ ટકાનો અને સૌથી ઓછું ગારિયાધાર પરીક્ષા કેન્દ્રનું ૬૬.૧૮ ટકા પરીણામ જાહેર થયું હતું. ભાવનગર જિલ્લામાંથી એ-૧ ગ્રેડ સાથે માત્ર ૩૨ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા જ્યારે ૬૨૧ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ સાથે પાસ થયેલ. આ ઉપરાંત બી-૧માં ૨૧૬૪ તથા બી-૨માં ૩૫૦૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

સવારે નંદકુંવરબા વિદ્યાલય ખાતે જિલ્લાની શાળાઓને ધો.૧૨ સા.પ્ર.નાં પરિણામનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરની તથા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે ઉત્સાહભેર પહોંચી ગયા હતા અને પરીણામ મેળવી ઉત્તિર્ણ થયેલા એકબીજા વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લાના વિવિધ કેન્દ્રનું પરિણામ

ભાવનગર પૂર્વ    – ૮૩.૧૮

ભાવનગર પશ્ચિમ               – ૮૩.૪૩

ભૂંભલી   – ૮૩.૨૫

વાળુકડ-ઘોઘા     – ૭૭.૧૭

પાલીતાણા           – ૭૮.૫૫

જેસર      – ૭૭.૭૮

ગારિયાધાહર      – ૬૬.૧૮

વાળુકડ-પાલી.    – ૭૫.૯૩

સિહોર    – ૮૦.૬૪

વલ્લભીપુર          – ૮૯.૫૭

ઉમરાળા               – ૮૬.૪૭

તળાજા  – ૮૦.૯૩

ઉંચડી    – ૭૧.૩૯

સથરા    – ૮૫.૩૨

હાજીપર                – ૮૬.૨૩

મહુવા    – ૭૯.૯૩

બગદાણા              – ૭૪.૨૨

તલગાજરડા        – ૮૪.૮૬

Previous articleશહેરમાં થયેલી લૂંટના ત્રણ આરોપી ઝડપાયા
Next articleસિહોરમાં નવનિર્મિત સ્કુલ દ્વારા મંજુરી વગર એડમીશન શરૂ કરાતા વિરોધ