સ્મૃતિ ઇરાનીના ખાસ સહયોગી અને પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની ગોળી મારી હત્યા

466

ઉત્તર પ્રદેશના અમેઠીમાં શનિવાર મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, જામો પોલીસ સ્ટેશન હદના બરૌલિયા ગામના પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહની અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. બદમાશોએ ઘટનાને અંજામ એ સમયે આપ્યો જ્યારે સુરેન્દ્ર સિંહ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા.

મળતી જાણકારી મુજબ, બાઇક સવાર હુમલાખોરોએ ઘરની બહાર ઊંઘી રહેલા સુરેન્દ્ર સિંહ પર ફાયરિંગ કરી દીધું. ઈજાગ્રસ્ત પૂર્વ પ્રધાનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટોરએ લખનઉ રેફર કરી દીધા. લખનઉ લઈ જતી વખતે સુરેન્દ્ર સિંહ મૃત્યુ પામ્યા. મૃત્યુ અંગે જાણ થતાં જ મૃતકના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગામ લોકો સાથેની વાતચીત બાદ હુમલાખોરોની શોધખોટ માટે દરોડા પાડવાની શરૂઆત કરી દીધી છે. પૂર્વ પ્રધાનની હત્યા બાદ ગામમાં તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

સ્મૃતિ ઈરાનીના ચૂંટણી પ્રચાર દરમિયાન સુરેન્દ્ર સિંહની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. મળતી માહિતી મુજબ સુરેન્દ્ર સિંહનો પ્રભાવ અનેક ગામોમાં છે.

Previous articleકેરળમાં ISISના ૧૫ આતંકવાદીઓ ઘૂસવાની આશંકા, દેશમાં હાઈ એલર્ટ
Next articleકેજરીવાલ હારની જવાબદારી સ્વીકારી પાર્ટીના સંયોજક પદેથી રાજીનામું આપેઃ અલકા લાંબા