તા.૨૭-૦૫-ર૦૧૯ થી ૦૨-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

997

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શુક્ર ગ્રહ અને પરાક્રમ સ્થાનમાં રાહુ મંગળનું ભ્રમણ કપરા કાર્યો પણ સરળ બનાવી શકે છે. માત્ર હજુ છ મહિના સુધી વૃશ્વિક રાશીનો ગુરૂ યથાવત બંધન યોગ આપે છે. તેથી મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી  લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને વ્યવ સ્થાનમાં શુક્ર ગ્રહનો બંધનયોગ મોજશોખ અને આળસવૃત્તીનો ત્યાગ કરવાનું સુચવે છે. તેથી આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતામાં વૃધ્ધી કરવાથી જ કાર્ય સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંંતા આપી શકે છે. આવક કર્તા જાવક વધી ન જાય તે જોશો, જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેના અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળનો અંગાર યોગ અને સુર્ય બુધનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારીરીક ત્રણેય રીતે સાવચેત રહેવાનું સુચવે છે. જે પરિસ્થિતિ છે તે સાચવવાથી જ લાભ છે, નવા કાર્યો માટે સમય શુભ નથી. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે  જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય થઈ શકે છે. આપની માટેબ ુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ મંગળનો અશુભ અંગાર યોગ બંધન યોગ આપે છે. તેથી કાલ્પનીક ભય અને ઉશકેરાટનો ત્યાગ કરવાનું સુચવે છે.ત ેમ છતાં ગુરૂ ગ્રહ અને સુર્ય બુધના આર્શીવાદથી પરિસ્થિતિ જળવાઈ રહેશે. મિલ્કત અને  વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક બાબતોમાં ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નસીબ કર્મ અને ભાગ્ય સ્થાનની પ્રબળતા આર્થીક માનસિક અને શારીરિક ત્રણેય રીતે શુભફળ આપે છે. માત્ર વૃશવિક રાશીનો ગુરૂનો બંધનયોગ આપના વિચારોને દિશા હીન બનાવી શકે છે. માટે એકાગ્રતા કેળવવાથી જ સફળતા મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને ભાગ્ય સ્થાન અને કર્મસ્થાનમાં ગ્રહોનું ભ્રમણ વધુ મહેનતે થોડી સફળતા મળી શકે છે. વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસનિરાશા આપી શકે છે. તેથી સંતોષી નર સદા સુખી  તે વાક્ય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અન વિલવારસના કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો હિતેચ્છુઓ ઉપર વિશ્વાસ કેળવવાનું સુચવે છે, વિચારો અને વિશ્વાસની એકાગ્રતા કેળવી શકશો તો અશક્ય કાર્યો પણ શકય બની શશે. નવા કાર્યો ની અરૂઆત પણ શુભ રહેશે. નવા પરિચયો લાભદાયી રહેશે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સીક્કામાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શકય બનશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી આયુષ્ય સ્થાનમાં રાહુ મંગળનો અશુભ બંધનયોગ વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. તેમ છતાં આપની રાશીમાં ગુરૂ ગ્રહનું ભ્રમણ યેન કેન પ્રકારે કાર્ય સફળતા આપી શકશે. મીલ્કત અને વિલવારસના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્રના હજાર નામ જપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્ર ઉપર શની કેતુ ગ્રહ અને રાહુ મંગળની દ્રષ્ટિ અશુભ શાપીત દોષનું નિર્માણ કરે છે.ત ેથી માનસીક એકાગ્રતા કેળવવી મુશ્કેલ બનશે. તેના માટે તા. ૩-૬-૧૯ને સોમવારે અમાસને દિવસે બની શકે તેટલી શિવઉપાસના કરવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના જેટલી થાય તેટલી કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો પ્રથમ કપરો તબબકો અશુભફળ આપે છે. કાલ્પનીક ભય અને નિર્બળ વિચાોર નિરાશા આપી શકે છે. તેથી આત્મ વિશ્વાસમાં વૃધ્ધી અને મહત્વના નિર્ણયો સ્વહસ્તે કરશો તો કપરા કાર્યો પણ સરળ બની શકશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનજીની ભક્તિ કરવાથી લાભ રહેશે. બહેનો અને વીદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સુખ સ્થાનમાં સુર્ય બુધનું ભ્રમણ અશુભ બંધનયોગ આપે છે. તેથી વધુ પડતી અપેક્ષા અને આત્મવિશવાસથી નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. લાભ સ્થાન શનિગ્રહના આર્શીવાદ મળે છે. ધીરજ ધરશો તો સફળતા  મળશે. જરૂર મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કામાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિતય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ મંગળનો અશુભ અંગારયોગ બંધનયોગ જરૂર આપે છે. તેમ છતાં પરાક્રમ સ્થાનમાં સુર્ય બુધનો શુભ આદિત્ય યોગ કપરા કાર્યોને પણ સરળ બનાવી શકે છે. જન્મના ગ્રહોનો સહકાર રહેશે. તો નવા કાર્યો માટે પણ સમય શુભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે.  પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ બનશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.