રામનું કામ કરવાનું છે અને આ કામ થઇને રહેશેઃ મોહન ભાગવત

498

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનમાં ઉદયપુરના પ્રવાસે છે. તેમણે રામ મંદીર અંગેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રામનું કામ કરવું છે તો રામનું કામ થઇને જ રહેશે. ઉદયપુર પહોંચેલા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સોમવારે બડગાંવ વિસ્તારમાં પ્રતાપ ગૌરવ કેન્દ્રમાં નવનિર્મિત ભક્તિધામ પ્રાણપ્રતિષ્ઠા અને જન સમર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સંઘ પ્રમુખ ભાગવત અને રામકથા વાચક સંત મોરારી બાપુએ મહારાણા પ્રતાપની બહાદુરી, વીરતા, પરાક્રમ અને બલિદાનને યાદ કરી તેમનાથી પ્રેરણા લેવાની વાત કહી હતી. આ ઉપરાંત બંનેએ પ્રતાપ ગૌરવ કેન્દ્રના નિર્માણને ભવિષ્ય માટે શુભ સંકેત જણાવતા રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોથી માત્ર રામ નામ જ નહીં, પરંતુ રામ માટે કામ કરવાનું આહવાન પણ કર્યું છે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે ઇતિહાસ કહે છે કે જે દેશના લોકો સજાગ, શિલવાન, સક્રિય અને બળવાન હોય તે દેશનું ભાવિ સતત આગળ વધે છે. હમેંશા ચર્ચા થાય છે કે ભારત વિશ્વશક્તિ બનશે પરંતુ તે પહેલા આપણે એક ડર ઉભો કરવો પડશે ત્યારે જ વિશ્વ આપણી વાત માનશે. મોરારી બાપુના સંબોધનને યાદ કરાવતાં તેમણે કહ્યું છે કે રામનું કામ બધાને કરવાનું છે અને રામનું કામ થઇને જ રહેશે.

આ અગાઉ માર્ચ મહિનામાં ગ્વાલિયરમાં આરએસએસની અખિલ ભારતીય સભાની ત્રણ દિવસીય બેઠકમાં રામ મંદિરના નિર્માણને લઇને ચર્ચા થઇ હતી.

Previous articleસિવિલનાં કેન્સર વિભાગમાં શોર્ટસર્કિટથી ધડાકો, દર્દી અને સબંધીઓમાં દોડધામ મચી
Next articleગાંધીનગરમાં ૧૯ ક્લાસ, ૮ હોસ્ટેલ, ૨ લાઈબ્રેરી, ૪ હોટલ સીલ